શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - માધ્યમિક વિભાગ (ગુજરાતી માધ્યમ
S.S.C Index No. - 60.529
શાળા ડાયસ કોડ : 24021000106
હાઇસ્કૂલમાં પ્રવેશતો વિદ્યાર્થી પોતાના સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ પ્રત્યે ગંભીર બને છે. વિષય-શિક્ષણની સાથે સાથે તે સ્પોર્ટ્સ અને શોખ-પ્રવૃત્તિને મહત્વ આપી કારકિર્દીની દિશામાં ચિંતન શરૂ કરે છે.
વિદ્યાર્થી ભવિષ્યમાં બદલાતા વિશ્વ સાથે તાલ મિલાવી શકે તેવું શૈક્ષણિક વાતાવરણ આપવાની અમે નેમ ધરાવીએ છીએ. ટેફનોલોજી અને વૈશ્વિકીકરણની દુનિયામાં તે પોતાના વ્યક્તિત્વને નિખારી શકે તેવી તમામ સુવિધાઓ અને તકો પૂરી પાડવા અમે કટિબદ્ધ છીએ. ભણવાના આનંદ સાથે વિધાર્થી જ્ઞાનની ક્ષિતિજો સર કરે તે માટે અમે બધું કરી છૂટવા તત્પર છીએ.
સક્ષમ અને અનુભવી શિક્ષકો દ્વારા આ વિધાર્થીઓ આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા સચોટ વિષયવસ્તુ પ્રાપ્ત કરી પોતાના જ્ઞાનને જીવનોપયોગી બનાવે તે દિશામાં અમે સતત પ્રવૃત્ત છીએ. ચાર દીવાલો વચ્ચે ગોખણીયું શિક્ષણ મેળવવાને બદલે તે પ્રવાસ,પર્યટન,સ્પોર્ટ્સ,ક્લબ એકટીવીટી દ્વારા પોતાના વ્યક્તિત્વને નવી ઓળખ આપે તે માટે એક અનોખી વ્યવસ્થા અમે ગોઠવી છે.
બાળકના સર્વાંગી વિકાસ માટેની નિમ્નલિખિત સુવિધાઓ થકી અમે માધ્યમિકશિક્ષણ માટે કટિબદ્ધ છીએ.
-
ડીજીટલ ક્લાસ – ઈન્ટરેક્ટીવ ક્લાસ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ
-
કાર્યક્ષમ અને કાર્યદક્ષ સ્ટાફ દ્વારા શિક્ષણકાર્ય
-
સ્ટાફ માટે સતત અને સઘન સેવાકાલીન તાલીમ
-
વિવિધ Activity-Club દ્વારા વ્યક્તિત્વ વિકાસનું આયોજન
-
In-Door & Out-Door Gamesમાટે અદ્યતન સુવિધા
-
ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ સાથે CBSEના અભ્યાસક્રમનું અનુસંધાન સાધી વિદ્યાર્થીઓને રાષ્ટ્રસ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું આયોજન
-
કમ્પ્યુટર-લેબ અને ઓનલાઈન એક્ઝામની સુવિધા
-
જે તે વિષયના મુખ્ય વિષયશિક્ષક સાથે સહાયક શિક્ષક દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન
-
અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શાળા-ભવન અને શાળા-પરિસર
-
થરાદ નગરના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે શાળા-બસની સુવિધા
-
સલામતી અને સુરક્ષાના હેતુથી CCTV Cameraથી સજ્જ શિક્ષણ સંકુલ
સરકારશ્રીની FRC માન્ય વાર્ષિક શાળા ફી:
ધોરણ- 9 અને 10 : 13300/-
પ્રવેશ
MS Vidyamandir શિક્ષણસંકુલ ખાતે શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર (ગુજરાતી માધ્યમ)- માધ્યમિક વિભાગમાં જુન 2023 થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે.
પ્રવેશઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ ‘click here’પર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે, પ્રવેશ કાર્યવાહી બાબતની સૂચનાઓનો અભ્યાસ કરી તેને અનુસરવા વિનંતી છે.
પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .
વર્ગસંખ્યા , પ્રવેશક્ષમતા અને પ્રવેશયોગ્યતા નીચે મુજબ રહેશે .
ધોરણ-૯
વર્ગસંખ્યા-૦૩
પ્રવેશક્ષમતા-૧૫૦ વિદ્યાર્થીઓ
જૂન -૨૦૨૩ માટે પ્રવેશક્ષમતા -૫૦વિદ્યાર્થીઓ
પ્રવેશયોગ્યતા- ધોરણ-૮ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
ધોરણ-૧૦
વર્ગસંખ્યા-૦૩
પ્રવેશક્ષમતા- ૧૫૦ વિદ્યાર્થીઓ
જૂન -૨૦૨૩ માટે પ્રવેશક્ષમતા - ૧૦ વિદ્યાર્થીઓ
પ્રવેશ યોગ્યતા- ધોરણ-૯ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
Click Here પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.
સંપર્ક :જીજ્ઞેશભાઈ પટેલ , કો- ઓર્ડીનેટર ( Std. 9 & 10 ) 95588 08578
અશોક દવે , પ્રિન્સિપાલ, All Sections, 94288 45193
નિલેશ વજીર , મેનેજર, Admin, 99132 77683
|