Abhepura, Dhima Road, Tharad - 385565, Dist - Banaskantha
Voice : 02737 223377, +91 94297 92216
Email : msvidyamandir@gmail.com
  • image description
  • image description
  • image description
  • image description
  • image description
16-04-2023
વાર્ષિક પરીક્ષા પરિણામ
01-04-2023
પ્રવેશ રજીસ્ટ્રેશન
MORE
"સંસ્થા પહેલને આવકાર "
અશોક દવે
MORE
 
About Us

 

MS Vidyamandir

શ્રીમતી હરીબેન માનાભાઈ રાજપૂત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત  MS Vidyamandir એ પૂર્વ પ્રાથમિક,પ્રાથમિક ,માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગો ધરાવતું શિક્ષણ સંકુલ છે. થરાદ તેમજ તેની આસપાસના વિસ્તારના લોકોના શૈક્ષણિક સપનાઓને સાકાર કરનારું આ શિક્ષણ સંકુલ  અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ સાથે કાર્યરત છે.

ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ

Pre-primary section (બાલમંદિર વિભાગ)

શ્રીમતી મણીબેન પ્રભુભાઇ માળી બાલમંદિર (ગુજરાતી માધ્યમ)

Junior-Primary section (નિમ્ન- પ્રાથમિક વિભાગ)

શ્રી સવજીભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ - ધો.૧ થી ૫)

શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪

Senior-Primary section (ઉચ્ચ-પ્રાથમિક વિભાગ)

શ્રી ભેમાભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ- ધો. ૬ થી ૮ )

શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪

Secondary / Higher Secondary section (માધ્યમિક/ ઉચ્ચ માધ્યમિકવિભાગ)

(ગુજરાતી માધ્યમ- ધો. 9 થી 12 )

 

શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર -  માધ્યમિક વિભાગ

S.S.C Index No. - 60.529

શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - ઉચ્ચ માધ્યમિક વિભાગ (સાયન્સ)

H.S.C Index No. - 10.366)

શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - ઉચ્ચ માધ્યમિકવિભાગ (કોમર્સ/આર્ટસ)

H.S.C Index No. - 10.366

 

ઉત્તમ કક્ષાની શિક્ષણ ફિલસુફી સાથે દીર્ઘ અનુભવ ધરાવતી વ્યક્તિના સંપૂર્ણ માર્ગદર્શનમાં આ સંસ્થા એક શાળા તરીકે જ નહિ પરંતુ અનોખી સંસ્કૃતિ રૂપે ઉભરશે.

 

શિક્ષણ અને કલાના સુભગ સમન્વયને અભિવ્યક્તિ આપતો આ સંસ્થાનો Logo સંસ્થાની ફિલસુફીને વાચા આપે છે.અભ્યાસિક તેમજ સહાભ્યાસિક પ્રવૃતિઓદ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગીવિકાસનો પથદર્શક બને છે.

 

Good Schooling, Quality Education એ આ સંસ્થાનો ધ્યેયમંત્ર છે. 

 

A School with a difference……………

કોઈ પણ શૈક્ષણિક સંસ્થા બાળકના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. અમે પણ આ પરંપરાથી જુદું નહિ પરંતુ જુદી રીતે કામ કરવાની નેમ ધરાવીએ છીએ. થરાદ નગરને એક અનોખી શાળા-સંસ્કૃતિ આપવાના નમ્ર પ્રયાસ રૂપે અમે નીચેની બાબતોને અમલમાં મુકવાનો સતત અને સઘન પ્રયાસ કરીશું

  • ડીજીટલ ક્લાસ – ઈન્ટરેક્ટીવ ક્લાસ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ
  • કાર્યક્ષમ અને કાર્યદક્ષ સ્ટાફ દ્વારા શિક્ષણકાર્ય
  • સ્ટાફ માટે સતત અને સઘન સેવાકાલીન તાલીમ
  • વિવિધ Activity-Club દ્વારા વ્યક્તિત્વ વિકાસનું આયોજન
  • In-Door & Out-Door Gamesમાટે અદ્યતન સુવિધા
  • ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ સાથે CBSEના અભ્યાસક્રમનું અનુસંધાન સાધી વિદ્યાર્થીઓને રાષ્ટ્રસ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું આયોજન
  • જે તે વિષયના મુખ્ય વિષયશિક્ષક સાથે સહાયક શિક્ષક દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન
  • કમ્પ્યુટર-લેબ અને ઓનલાઈન એક્ઝામની સુવિધા
  • અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શાળા-ભવન અને શાળા-પરિસર
  • થરાદ નગરના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે શાળા-બસની સુવિધા  
  • સલામતી અને સુરક્ષાના હેતુથી સમગ્ર શિક્ષણ સંકુલને CCTV Cameraથી સજ્જ રાખવાનું આયોજન 
Copyright © MS Vidyamandir, Tharad | Designed & Developed by : pCube Software Solutions