શ્રી ભેમાભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ- ધો. ૬ થી ૮ )
શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪
શાળા ડાયસ કોડ : 24021000104
કિશોરાવસ્થામાં બાળક સભાનતા સાથે પ્રવૃત્તિમાં જોડાય છે. જે તે વિષયમાં દરેક મુદ્દાને ઉત્તમ રીતે સમજાવવા માટે એવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેથી વિધાર્થીઓ વિષય-જ્ઞાનને સરળતાથી આત્મસાત કરી શકે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષાય તેમજ તેમની સર્જનાત્મકતાને વેગ મળે તેનો સવિશેષ ખ્યાલ રાખવામાં આવે છે.
સંન્નિષ્ઠ શિક્ષકો અને ડીજીટલ ક્લાસ દ્વારા સઘન શિક્ષણ મેળવતો વિદ્યાર્થી પ્રોજેક્ટવર્ક, પ્રાયોગિક કાર્ય,પ્રવાસ,પર્યટન વગેરે દ્વારા શિક્ષણ-અનુભવ મેળવે છે.
વિવિધ સ્પોર્ટ્સ અને Activity Clubsમાં જોડાતો વિદ્યાર્થી પોતાના વ્યક્તિત્વને ઓપ આપે છે.
સામાજિક અને નૈતિક્મમૂલ્યોના શિક્ષણ દ્વારા તે ઉત્તમ વિશ્વ નાગરિક અને નેતૃત્વની તાલીમ પણ મેળવે છે.
બાળકના સર્વાંગી વિકાસ માટેની નિમ્નલિખિત સુવિધાઓ થકી અમે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ માટે કટિબદ્ધ છીએ.
-
ડીજીટલ ક્લાસ – ઈન્ટરેક્ટીવ ક્લાસ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ
-
કાર્યક્ષમ અને કાર્યદક્ષ સ્ટાફ દ્વારા શિક્ષણકાર્ય
-
સ્ટાફ માટે સતત અને સઘન સેવાકાલીન તાલીમ
-
વિવિધ Activity-Club દ્વારા વ્યક્તિત્વ વિકાસનું આયોજન
-
In-Door & Out-Door Gamesમાટે અદ્યતન સુવિધા
-
ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ સાથે CBSEના અભ્યાસક્રમનું અનુસંધાન સાધી વિદ્યાર્થીઓને રાષ્ટ્રસ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું આયોજન
-
કમ્પ્યુટર-લેબ અને ઓનલાઈન એક્ઝામની સુવિધા
-
જે તે વિષયના મુખ્ય વિષયશિક્ષક સાથે સહાયક શિક્ષક દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન
-
અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શાળા-ભવન અને શાળા-પરિસર
-
થરાદ નગરના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે શાળા-બસની સુવિધા
-
સલામતી અને સુરક્ષાના હેતુથી CCTV Cameraથી સજ્જ શિક્ષણ સંકુલ
સરકારશ્રીની FRC માન્ય વાર્ષિક શાળા ફી:
ધોરણ-6 થી 8 : 13300/-
પ્રવેશ
MS Vidyamandir શિક્ષણસંકુલ ખાતે શ્રી ભેમાભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)- ઉચ્ચ- પ્રાથમિક વિભાગમાં જુન 2023 થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે.
પ્રવેશઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ ‘click here’પર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે, પ્રવેશ કાર્યવાહી બાબતની સૂચનાઓનો અભ્યાસ કરી તેને અનુસરવા વિનંતી છે.
પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .
વર્ગસંખ્યા , પ્રવેશક્ષમતા અને પ્રવેશયોગ્યતા નીચે મુજબ રહેશે .
ધોરણ
|
વર્ગો
|
પ્રવેશક્ષમતા
|
જુન -૨૦૨૩ માટે પ્રવેશ
|
પ્રવેશયોગ્યતા
|
૬
|
૦૨
|
૧૦૦
|
30
|
ધોરણ-૫ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૭
|
૦૨
|
૧૦૦
|
૨૦
|
ધોરણ-૬ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૮
|
૦૨
|
૧૦૦
|
૨૦
|
ધોરણ-૭ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
Click Here પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.
.
સંપર્ક : દેવ્યાનીબેન જોષી , કો- ઓર્ડીનેટર ( Std. 6 to 8 ) 94286 654444
અશોક દવે , પ્રિન્સિપાલ, All Sections, 94288 45193
નિલેશ વજીર , મેનેજર, Admin, 99132 77683
|